Tuesday 21 July 2015

Celebrating birthdays during seasons and festival the child was born and not 1st of June…..

Add caption
Have you ever noticed that tens of thousand of children born in rural India celebrate their birthday on 1st June!! Surprised?? Well that is what the teachers and principals of the schools do to enrol children whose parents aren’t aware of the child’s date of birth. They write child’s date of birth 1st June.  This is a easy way out for the school authorities who otherwise struggle to find birthdates so as to match them with cut of age for first grade admissions that begin through out Gujarat from mid- June every year. 

So here we have two distinct sections - One where the parent know the date of birth, have registered the birth of their child and celebrate the birth dates with great pomp and show.  Than there is this another group where the parent is unaware of the exact date but remembers the time of the year/season the child was born or the Hindu calendar date but not the year of birth. The children from the nomadic communities belong to the later group. Born in the woods or  makeshift homes,  to the parents who constantly wander the nomadic children nevi have their births registered because the parents aren’t aware of the importance of getting the birth registered. In instances where the parents do go to get the birth registered the Panchyats refuse to register because they are unwilling to process rest of the citizenry documents for the family from the village. Earlier this was not a major issue but now since birth certificate has become mandatory, not registering births is a becoming an issue.

The child never gets to know her actual date of birth and continues to celebrate on 1st June. 60% of children studying with the Bridge Schools, Balghars and Hostels of VSSM celebrate their birth dates on 1st June. We make sure the children  get to celebrate their birthdates with fanfare and the way each child would like to. But since  the hostels and schools remained closed for vacation from April to 15th June the children with birthdates on 1st June were left out and those have it after 15th June for to enjoy their birthdates. The children did feel left out. So the Baldosts came up with a novel idea. They spoke to parents and found out the season or festival during which the child was born. Nor each child with VSSM gets to celebrate his/her birthday. We make sure it becomes a special day for them, they were new clothes, blessings are showered, beautiful birthday songs play in the background and they pledge to work hard for their better tomorrow. 

ઋતુચક્રને અનુલક્ષીને દિવસો નક્કી કર્યા અને જન્મ દિવસની ઊજવણી શરૂ કરી

એક બાજુ એવા પરિવારો છે કે જેમના કુટુંબમાં બાળકના જન્મનો અવસર ગામમાં મીઠાઈ વહેંચીને ઊજવાય છે. જન્મની તારીખ યાદ રાખીને તેની દર વર્ષે ઊજવણી થાય છે અને તેમાં બાળકની ઉતરોત્તર પ્રગતિના આશીર્વાદ અપાય છે. જયારે બીજી બાજુ સદીઓથી વિચરણ કરતા આ પરિવારમાં વનવગડામાં, ગામના પાધરે, એકાદ આડશ પાછળ તબીબ સહાય કે દાયણની મદદ વગર એક વધુ જીવનો ઉમેરો થાય છે. હરખ તો અહીંયા પણ છે પણ મીઠાઈ સ્વરૂપે હરખ વ્યક્ત કરવા પૈસા નથી હોતા. બાળકના જનમ્યાની તિથિ કે તારીખની ય ક્યાં ખબરે હોય. કેવણઋતુનું આછું સ્મરણ હોય. જે ગામમાં પડાવ હોય તે ગામની પંચાયતમાં જઇને તલાટી પાસે પોતાના વહાલસોયાની નોંધણી કરાવવાનીયે ખબર નાં હોય અને હોય તોયે કઈ પંચાયત નોંધણી કરે? કારણ નોંધણી થાય તો ગામમાં રહેતાં હોવાનો આધાર મળે એટલે જન્મતારીખ જ નાં હોય. પહેલાં તો ભણાવવાનીયે ક્યાં ચિંતા હતી પણ હવે બાળકોને ભણાવવા છે અને એટલે શાળામાં દાખલ કરે છે.

શાળામાં દાખલ થનાર આવા વનવગડામાં જન્મેલા જેટલા પણ બાળકો હોય તે તમામની જન્મતારીખ શાળાના માસ્તર સરકારી નિયમ મુજબ ૧ જાન્યુઆરી કે ૧ જુન લખી દે. સંસ્થા દ્વારા કાર્યરત હોસ્ટેલ અને બાલઘરમાં ભણતા ૬૦ ટકા ઉપરાંત બાળકોની જન્મતારીખ ઉપર જણાવ્યા પ્રમાણેની જ ૧ જુન... બાળક તો ખરાઈ કરતું નથી ૧ જુને સાચે જ એ જન્મ્યા છે એમ એ માને. હોસ્ટેલમાં ભણતા અમારા આ બાળકોના જન્મની અમે માનભેર ઉજવણી કરીએ. એ દિવસે બાળક માટે ખાસ દિવસ બની રહે તેની પૂરી કાળજી લઈએ. પણ અમે જેમના પણ જનમ દિવસે ઉજવીએ એ ૧૫ જુન પછી જન્મેલા બાળકો કેમ કે હોસ્ટેલનું વેકેશન ૧૫ જુન પછી ખુલે. એટલે મોટાભાગના કિસ્સામાં સાચી જનમતારીખ વાળા બાળકના જનમ દિવસની ઉજવણી થાય અને ૧ જુન વાળા રહી જાય. કશું કહે નહીં પણ એક મૂંઝવણ એમને થાય.... બાલદોસ્તોએ આ મૂંઝવણ જાણી અને વચગાળાના ઉપાય તરીકે તહેવાર, ઋતુચક્રને અનુલક્ષીને દિવસો નક્કી કર્યા અને જન્મ દિવસની ઉજવણી શરૂ કરી . જન્મદિવસની નવપલ્લવિત સવારે બધા બાળકો શુભેચ્છાઓની વર્ષા વરસાવે. બાળકને નવા વસ્ત્રો પહેરાવાય અને મધુર ગીતો વચ્ચે બાળક આવતી કાલનો સંકલ્પ લે.. ખૂબ ભણીશું.. આગળ વધીશું અને સૌના કલ્યાણમાં નિમિત્ત બનીશું... 

હોસ્ટેલમાં ભણતી ઉર્મિલાનો જન્મદિવસ ઉજવાયો એ વેળાનો photo. 

No comments:

Post a Comment