Wednesday 11 May 2016

Janaki realises her true potential…...

Janki with her certificate
Quite, intelligent, diligent and mature beyond her age is how we would describe 11 years old Janaki Nayak. In 2012, 7 years old Janaki arrived at Kalrav Hostel in Doliya along with elder sister Payal.  These small girls  had just lost their mother and the daunting task of raising the family was left on their father Vishnubhai who works as manual laborer.  A shattered Vishnubhai was in no condition either psychologically, physically or financially to take care of his five children; four daughters and one son all between the ages of 10 years to 2 months at the time his wife passed away.  Nonetheless, it was important for him to keep going so that at the end of the day he had money to buy food to feed his children.  A concerned and caring father that he is, Vishnubhai decided not to remarry but raise children with some help from his extended family. Another concern that boggled him was education of his children. These devastated children who were going to school found it hard to cope with the loss of   their mother.  He approached VSSM with a request to enroll his elder two daughters in the Doliya Hostel.

At the time of her enrolment Janaki could hardly  read or write and was under sever trauma. She would frequently wake up in the middle of the night crying for her mother. The team of Kalrav provided her all the necessary care and support and love of a mother. Today, Janaki is a confident 11 year old, studying in 6th grade, excelling in studies as well as co-curricular activities. Since last 2 years Janaki ranks first in her class, recently she went on to win the school elocution competition when she spoke on the subject of ‘Democracy and the Indian Election system.’ Janaki takes initiative of managing various tasks in the hostel and performs her duties well.
 The adversities of life  have made Janaki an extremely mature girl at a very young age. She is aware of the sacrifices her father has made to raise her and the siblings, especially not marrying again (which is very common in their community).  When she grows up she wants make life easy for her father. Janaki desires to peruse medicine when she grows up.
 So what would have become of Janaki had she not come to stay at Kalrav hostel?? Well, she like hundreds of girls of her community would have been married and working as a child labour in any of the farms to supplement her family’s income and feed the large brood!! It is the opportunities created at Kalrav that has enabled Janaki realize her true potential.

vssm સંચાલિત કલરવ હોસ્ટેલ, ડોળીયામાં ભણતી જાનકી વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ

“પપ્પા, મારી મમ્મી ક્યારે આવશે...?” સહજ રીતે માતાની છત્રછાયા ગુમાવી બેઠેલ દીકરી જાનકી દ્વારા અનાયાસે પૂછવામાં આવેલ પ્રશ્ન! વાત છે મહેલજ ગામના વતની નાયક વિષ્ણુભાઈની. પત્ની ચાર-ચાર દીકરીઓ અને એક દીકરાને મુકીને ચાલી ગઈ, અવિરત અનંત પ્રવાસે. પાંચ-પાંચ સંતાનોની જવાબદારી ખભે લઈ વિષ્ણુભાઈ આખો દિવસ ‘દાડ્યું’ કરી ગુજરાન ચલાવે. ઘરે મારાં બાળકો એકલા-અટુલા છે” તેવી દ્વિધામાં હંમેશા રહે.
બાળકો ઘીમે-ધીમે મોટા થવા માંડ્યા, દરેક પિતાની જેમ તેમને તેમના અભ્યાસનો પ્રશ્ન સતાવવા માંડ્યો. તેઓ પણ યુનિફોર્મ પહેરી ઊછળ કૂદ કરતા બાળકોના સપના જોવા માંડ્યા. પરંતુ,એક મજુરી કરતા, ઘર વિહોણા, વિધુર પાંચ બાળકોનાં બાપને તે અધિકાર ક્યાંથી હોય. સરકારે શિક્ષણ એક ‘મૂળભૂત બંધારણીય અધિકાર’ ઘોષિત કર્યું છતા પણ ભણતરમાં પૈસાનો ભાર અનિવાર્ય છે તે વિષ્ણુભાઈ સારી પેઠે જાણતા હતા. તેથી ગામઠી સરકારી નિશાળમાં જાનકીને દાખલ કરી, પણ મન:સ્થિતિ પહેલા જેવી જ, કારણ ત્રીજા ધોરણમાં હોવાં છતાં જાનકીને કક્કાનો ક ન આવડે.
આવા કપરા સંજોગોમાં વિષ્ણુભાઈએ ડોળીયા ગામમાં vssm દ્વારા વિચરતી જાતિનાં બાળકો માટે ચાલતા છાત્રાલય વિશે સાંભળ્યું. આ છાત્રાલયમાં બાળકોને વિનામૂલ્યે ભણાવાય છે તે સાંભળી વિષ્ણુભાઈએ છાત્રાલયની મુલાકાત લીધી. “હે બુન, મારી છોડીને ઓય ભણવા રાખશો?” ડોળીયા કન્યા છાત્રાલયનાં બાલદોસ્ત વંદનાને અભણ બાપે પુછેલ સાહજિક પ્રશ્ન.
સર્વે દ્વારા કુટુંબની પરિસ્થિતિનું આકલન કરી જાનકીને ચોથા ધોરણમાં દાખલ કરવામાં આવી. આમ, વિધિવત્ રીતે શિક્ષાનો પ્રારંભ થયો. જાનકી પ્રથમ વર્ષે છાત્રાલયમાં કક્કાના ક થી જ્ઞ જાણી શીખી. હંમેશા નિયમિત વિદ્યાર્થીની જાનકીએ ધીમે-ધીમે પોતાની પ્રતિભા દેખાડવા માંડી. ભણતરનું એવું તો ઘેલું લાગ્યું કે પાંચમાં ધોરણની વાર્ષિક પરીક્ષામાં નાયક જાનકી વિષ્ણુભાઈ પ્રથમ નંબર લાવી. અત્યારે એના વર્ગમાં એ ‘રેન્કર’ છટ્ઠા ઘોરણમાં અભ્યાસ કરે છે.
આજે જાનકી છાત્રાલય વ્યવસ્થાની ઘણી જવાબદારીઓ સંભાળે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે છાત્રાલયમાં અવારનવાર ઈત્તર પ્રવૃત્તિઓ થતી હોય છે. તેમાં પણ તેણી સક્રિયપણે, રસપૂર્વક ભાગ લે. ૨૫મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ. આ દિવસે શાળામાં યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં હોશભેર જાનકીએ ભાગ લીધો. અને ‘લોકશક્તિ અને ભારતની ચૂંટણી પ્રક્રિયા’ વિષય પર બોલી પ્રથમ ક્રમાંકે આવી. પિતા તરીકે વિષ્ણુભાઈ આજે કહે છે, “આ vssmની નીહાળે મારી છોડીને ખુબ સારી સુવિધા આપી. આજે મારી બે છોડી ને એક છોરો ઓય ભણે સે. હું બીજાને પણ કવ સુ તમારા સોકરાવને ભણવા ઓય મુકો.”
જાનકી જેવાં અનેકોનાં અનેક કોડ ઈશ્વર પૂર્ણ કરે તેવા મનોરથ સાથે, વિષ્ણુભાઈ જેવાં અનેક બાપનાં ૭૦૦ થી વધારે સંતાનોને vssm વિનામૂલ્યે શિક્ષાની સુવિધા પૂરી પાડી રહ્યું છે.
જાનકી પોતાને મળેલાં સર્ટીફીકેટ સાથે..

No comments:

Post a Comment